ચીની સ્માર્ટફોન કંપની Oppoએ આ વર્ષની શરૂઆતમાં પેરિસના એક ઈવેન્ટમાં પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo Find Xને લોંચ કર્યો હતો. 8GB રેમ વાળા આ સ્માર્ટફોનની કિંમત ભારતમાં 59,999 રૂપિયા છે. પણ હાલમાં જ લીક થયેલ જાણકારી પ્રમાણે Oppo ટૂંક સમયમાં 10GB રેમ વાળો સ્માર્ટફોન લોંચ કરી શકે છે. તે સ્માર્ટફોનને PAMOO મોડેલ નંબર આધારિત લીસ્ટ કરવામાં આવ્યો છે. જો આ સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએ તો તેનો સૌથી ખાસ ફીચર 10GB રેમ હશે. તેમજ આ સ્માર્ટફોનનાં બધાજ ફીચર્સ Find X જેવા જ હશે. એક અન્ય ચાઈનીઝ સાઈટ પર લીક થયેલ જાણકારી અનુસાર આ સ્માર્ટફોન 10GB રેમ અને 256GB ઈંટરનલ સ્ટોરેઝની સાથે આવશે. Oppo Find X સ્માર્ટફોનનાં ફીચર્સની વાત કરીએ તો તેમાં તમને કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ 5 ની સાથે 1080×2340 પિક્સલ રિઝોલ્યુશન વાળી 6.4 ઈંચની એલએડીડી એચડી + ડિસ્પ્લે મળે છે. આ ફ્લેગશિપ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર દ્વારા ચાલે છે અને એંડ્રોઈડ ઓરિઓ 8.1 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. 8GB રેમ અને 256GB ઈંટરનલ સ્ટોરેજ વાળા આ સ્માર્ટફોનમાં તમને 25MP ફ્રંટ કેમેરો મળે છે તેમજ પાછળની સાઈડ 16+20MP ના ડ્યૂલ રિયર કેમ...