Skip to main content

ટૂંક સમયમાં Oppo લોંચ કરશે 10GB રેમ વાળો સ્માર્ટફોન, જાણો તેની ખાસિયત


ચીની સ્માર્ટફોન કંપની Oppoએ આ વર્ષની શરૂઆતમાં પેરિસના એક ઈવેન્ટમાં પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo Find Xને લોંચ કર્યો હતો. 8GB રેમ વાળા આ સ્માર્ટફોનની કિંમત ભારતમાં 59,999 રૂપિયા છે. પણ હાલમાં જ લીક થયેલ જાણકારી પ્રમાણે Oppo ટૂંક સમયમાં 10GB રેમ વાળો સ્માર્ટફોન લોંચ કરી શકે છે. તે સ્માર્ટફોનને PAMOO મોડેલ નંબર આધારિત લીસ્ટ કરવામાં આવ્યો છે.

જો આ સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએ તો તેનો સૌથી ખાસ ફીચર 10GB રેમ હશે. તેમજ આ સ્માર્ટફોનનાં બધાજ ફીચર્સ Find X જેવા જ હશે. એક અન્ય ચાઈનીઝ સાઈટ પર લીક થયેલ જાણકારી અનુસાર આ સ્માર્ટફોન 10GB રેમ અને 256GB ઈંટરનલ સ્ટોરેઝની સાથે આવશે.



Oppo Find X સ્માર્ટફોનનાં ફીચર્સની વાત કરીએ તો તેમાં તમને કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ 5 ની સાથે 1080×2340 પિક્સલ રિઝોલ્યુશન વાળી 6.4 ઈંચની એલએડીડી એચડી + ડિસ્પ્લે મળે છે. આ ફ્લેગશિપ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર દ્વારા ચાલે છે અને એંડ્રોઈડ ઓરિઓ 8.1 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

8GB રેમ અને 256GB ઈંટરનલ સ્ટોરેજ વાળા આ સ્માર્ટફોનમાં તમને 25MP ફ્રંટ કેમેરો મળે છે તેમજ પાછળની સાઈડ 16+20MP ના ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ મળે છે. 3730mAh બેટરી વાળો આ સ્માર્ટફોન સુપર વીઓયૂસી ચાર્જિંગ ફીચર સાથે આવે છે.

કનેક્ટિવિટીની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 4G VoLTE, WiFi, Bluetooth, GPS, NFC અને USB-C નો સમાવેશ છે.

Comments

Popular posts from this blog

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે? ચિંતા ન કરો આ રીતે મળશે ડુપ્લીકેટ આધાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડને દેશભરમાં ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ ઓળખ ડોક્યુમેન્ટ ગણવામાં આવતા તેનું મહત્વ વધી ગયું છે. આધારથી દેશભરમાં બેંકખાતા, ટેક્સ પેમેન્ટ જોડવાની યોજના છે. આધાર કાર્ડના આધારે જ તમામ સહાય મળે તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એવામાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તમે ચિંતા ન કરો. ખૂબ સરળતાથી ફરીથી મેળવી શકો છો તમારું આધાર કાર્ડ ડુપ્લિકેટ આધાર કાર્ડ મેળવવા માટે તમારે આધાર નંબર જણાવવો પડશે. જો આધાર નંબર યાદ ન હોય તો રજિસ્ટ્રેશન દરમિયાન આપેલી રસીદ હોવી જરૂરી છે. આ રસીદની મદદથી તમે આધારકાર્ડની યૂઆઈડીએઆઈ વેબસાઈટ www.uidai.gov.in પર જઈ ડુપ્લિકેટ આધાર પ્રાપ્ત કરી શકો છો. જાણો કેટલીક એવી બાબતો જેની મદદથી સરળતાથી તમે ડુપ્લિકેટ આધાર મેળવી શકો છો. ફોલો કરો આ સરળ સ્ટેપ 1.સૌથી પહેલા http://resident.uidai.net.in/find-uid-eid પર જાવ. 2. વિકલ્પ મુજબ ‘આધાર નંબર(UDI) અથવા (EID)ની પસંદગી કરો. જેના આધારે તમે ખોયાવેલું આધાર મેળવવા માંગો છો.’ 3. તમારું પુરૂં નામ, ઈમેલ આઈડી અને રજિસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરો. 4.સુરક્ષા

હળદર ના ફાયદાઓ

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી  ડ્રગ્સ છે એટલે કે દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ એ સત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી હળદર ખાશો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે અમે

દાનવીર કર્ણ

કુંતીપુત્ર કર્ણ મહાભારતકાળનો મહાન દાનેશ્વરી હતો. એની સાથે સરખામણી કરી શકાય એવું દાનના ક્ષેત્રે બીજું કોઇ જ ન હતું. સામાન્ય રીતે દાન આપનારાના સંબંધમાં એવું દેખાય છે કે તે બીજાને દાન આપે છે ખરા પરંતુ પોતાની સુરક્ષાનો વિચાર કરીને, એ સુરક્ષાને અલ્પ પણ આંચ ના આવે એવી રીતે, દાન કરે છે. પોતાના જીવનમા સર્વસ્વનું દાન કરનાર અને એ દાન પોતાને માટે હાનિકારક છે એવું જાણ્યા પછી પણ સંકલ્પાનુસાર દાન કરનાર જવલ્લે જ જડતા હોય છે. કર્ણની ગણના એવા અતિવિરલ અપવાદરૂપ દાનેશ્વરી મહાપુરુષોમાં કરાતી. મહાભારતના નિર્દેશનુસાર એને જન્મની સાથે જ જે કવચ તથા કુંડળ પ્રાપ્ત થયેલાં તે એને જીવાદોરી સમાન હતાં. એ કવચ તથા કુંડળને લીધે એ યુદ્ધમાં અજેય હતો. છતાં પણ દાન આપવાના સત્ય સંકલ્પ વચનને વળગી રહીને દાનને લેનારના પ્રયોજનની પૂર્વમાહિતી મળવા છતાં એણે દાન આપી દીધું. કર્ણની અસાધારણ દાનપ્રિયતાની એ કથાને મહાભારતના વનપર્વના વર્ણનાનુસાર વિચારી લઇએ. પાંડવોને વનવાસનાં બાર વર્ષ પૂરાં થયાં અને તેરમું વર્ષ બેઠું ત્યારે પાંડવોના હિતકારી ઇન્દ્ર કર્ણ પાસે ભિક્ષા માગવાને તૈયાર થયા. ઇન્દ્રના એ વિચારને જાણી જઇને પ્રકાશરૂપી ધનવાળા સૂ