Skip to main content

whatsapp મેસેજ થી જાણો ટ્રેન કઈ જગ્યાએ છે.

રેલ્વેમાં યાત્રા તમે પણ કરતાં હશો, પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે રેલ્વે સ્ટેશન પહોંચો છો ત્યારે ખબર પડે છે કે ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી છે. તો સ્ટેશન પર બેસીને રાહ જોવી પડે છે. પરંતુ હવે એવું નહી થાય. IRCTCએ મેસેજિંગ એપ WhatsAppની સાથે મળીને એક નવી સુવિધા શરૂ કરી છે. આ સેવાની મદદથી તમારા WhatsAppથી ટ્રેનનો સમય જાણી શકશો,આ સાથે જ ટ્રેનને સરળતાથી ટ્રેક કરી શકશો. MakeMyTrip ની સાથે મળીને રેલ્વે હવે whatsAppની મદદથી ટ્રેનના વિશે લાઇવ અપડેટ આપશે.. જાણો આ વિશે...

WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યા પછી 7349389104 નંબરને તમારી ફોન બુકમાં સેવ કરી લો. આ નંબર આવી ગયા પછી તમારે 139 પર ફોન કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે. તમે ખાલી એક ટ્રેન નંબરના મેસેજથી ટ્રેનનું સ્ટેટસ જાણી શકશો.

આ સુવિધા માટે સૌથી પહેલા તમારે WhatsApp અપડેટ કરવાનું રહેશે. આ સુવિધા WhatsAppના લેટેસ્ટ વર્ઝનની સાથે આવે છે. અપડેટ કરવા માટે તમારે એપ સ્ટોર/પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં જઇને My Apps And Games પર જઇને  WhatsApp અપડેટ

આ પછી ટ્રેનનો નંબર લખીને મેસેજ કરો. જેવો તમારો મેસેજ ડિલિવર થશે, રેલ્વે તમને ગણતરીની સેકન્ડ્સમાં ટ્રેનનું લાઇવ સ્ટેટસ બતાવી દેશે. આ માટે જરૂરી છે કે તમારો મેસેજ સફળતા પૂર્વક ડિલિવર થવો જોઇએ. જો સર્વર બિઝી ના હોય તો ગણતરીની મિનિટોમાં આ નંબર પર તમારી ટ્રેનથી જોડાયેલી જાણકારી મળી જશે.

આ સેવાને લઇને IRCTCનું કહેવું છે કે, યૂઝરના મેસેજ કર્યાની 5-10 મિનિટમાં તમને ટ્રેનથી જોડાયેલી જાણકારી મળી જશો.

Comments

Popular posts from this blog

હળદર ના ફાયદાઓ

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી  ડ્રગ્સ છે એટલે કે દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ એ સત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી હળદર ખાશો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે ...

રાણકી વાવ

રાણકી વાવ (અથવા રાણી કી વાવ) ગુજરાત રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ શહેરમાં આવેલી છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. જેને દેશ-વિદેશથી હજારો પર્યટકો વડે મુલાકાત લેવામાં આવે છે. ઇતિહાસ અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલા ની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું.[૨] સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ઉત્ખનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી. સ્થાપત્ય રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.