Skip to main content

પુજય બજરંગદાસ બાપા ની સંપૂર્ણ જીવન કથા

ગુજરાતની એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે. જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થાય. મારે પણ આજે એક એવા જ સંત ની વાત કરવી છે કે જેમને “રાષ્ટ્રિય સંત” નુ બિરૂદ મળેલ છે. જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે. જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધેજ બગદાણા એક ધામ બની ગયું છે. જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે. બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે. જેમને લોકો “બાપા સીતારામ” નાં હુલામણા નામથી ઓળખે છે.

ઈ.સ. ૧૯૦૬ (ચોક્કસ તારીખ ની માહિતી નથી) નું વર્ષ હતું. ભાવનગરનાં અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું. શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતાં અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજી નું મન્દીર હતું. આજુબાજુની બહેનો એમને લઇને મન્દીરની ઝુંપડીમાં લઈ ગયાં અને મંદીરમાં હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભ દી એ એક બાળકનો જનમ થયો.

રામાનન્દી સાધુ હોવાના કારણે નામ રાખ્યું, “ભક્તીરામ”. નાનપણથી જ ભક્તીરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં ખરેખર તેમનામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતાં. એક સવારે ભક્તીરામ મોડે સુધી સુઈ રહ્યાં તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરુર ભક્તીરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ. ભક્તીરામને ભક્તી ની એવી તો માયા લાગી ગઈ તી કે તેઓ ૨ ધોરણ સુધી જ ભણ્યા હતાં અને ૧૧ વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાં.

પરમતત્વ અને યોગસિદ્ધીનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણાં આપવા ગયાં. ગુરુ શ્રી સીતારામ ભક્તીરામને ઓળખી ગયાં અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તીરામ બોલ્યાં કે ખરેખર જો તમે મને કઈંક આપવા જ ઈચ્છતા હોય તો એવું કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું જ રે. ત્યારથી સીતારામજી એ એમને નવું નામ આપ્યું “બજરંગી” અને કહ્યું કે જાવ બજરંગી હવે તમે દુનીયામાં ભ્રમણ કરો અને દીન દુખીયાં ની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો.

ભક્તીરામ આખા જગતમાં “બાપા બજરંગદાસ” અને “બાપા સીતારામ” ના નામથી ઓળખાવા લાગ્યાં. એક વાર ભ્રમણ કરતાં-કરતાં બાપા મુંમ્બઈ આવી પહોચ્યાં. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નિકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગુ કરતા હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે જ્યાં ઉભા તાં ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યાં. અને જોત જોતાંમાં ત્યાં લોકોનું ટોળું આ કુત્તુહલ જોવા ભેગુ થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઇને ગોરો અમલદાર પણ બાપાના પગમા પડી ગયો હતો.

બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મન્દીરમાં સાત વરસ રહ્યાં. તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વરસ રહ્યાં. બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપાતો ફકત એક જ વાકય બોલતાં જેવી મારાં વ્હાલાની મરજી. ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી ૪૧ વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને ૫ મુળતત્વો જોવા મળ્યાં:

બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યાં. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો.

બાપા ૧૯૪૧ માં બગદાણા આવ્યાં.
૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી.
૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલું કર્યુ.
૧૯૬૦ માં ભુદાન હવન કર્યો.
૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.
૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.
૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ,
બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ.

બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેકટ એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદી નો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. સૌ ભકતો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે

આમ, ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. પશું પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો..!! બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે. ભકતો માનતા લઇને જાય છે અને ખરેખર બાપા પણ ભકતોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભવનો ફેરો પલટાઇ જશે. બાપા સીતારામ.

Comments

Popular posts from this blog

હળદર ના ફાયદાઓ

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી  ડ્રગ્સ છે એટલે કે દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ એ સત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી હળદર ખાશો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે ...

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે? ચિંતા ન કરો આ રીતે મળશે ડુપ્લીકેટ આધાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડને દેશભરમાં ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ ઓળખ ડોક્યુમેન્ટ ગણવામાં આવતા તેનું મહત્વ વધી ગયું છે. આધારથી દેશભરમાં બેંકખાતા, ટેક્સ પેમેન્ટ જોડવાની યોજના છે. આધાર કાર્ડના આધારે જ તમામ સહાય મળે તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એવામાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તમે ચિંતા ન કરો. ખૂબ સરળતાથી ફરીથી મેળવી શકો છો તમારું આધાર કાર્ડ ડુપ્લિકેટ આધાર કાર્ડ મેળવવા માટે તમારે આધાર નંબર જણાવવો પડશે. જો આધાર નંબર યાદ ન હોય તો રજિસ્ટ્રેશન દરમિયાન આપેલી રસીદ હોવી જરૂરી છે. આ રસીદની મદદથી તમે આધારકાર્ડની યૂઆઈડીએઆઈ વેબસાઈટ www.uidai.gov.in પર જઈ ડુપ્લિકેટ આધાર પ્રાપ્ત કરી શકો છો. જાણો કેટલીક એવી બાબતો જેની મદદથી સરળતાથી તમે ડુપ્લિકેટ આધાર મેળવી શકો છો. ફોલો કરો આ સરળ સ્ટેપ 1.સૌથી પહેલા http://resident.uidai.net.in/find-uid-eid પર જાવ. 2. વિકલ્પ મુજબ ‘આધાર નંબર(UDI) અથવા (EID)ની પસંદગી કરો. જેના આધારે તમે ખોયાવેલું આધાર મેળવવા માંગો છો.’ 3. તમારું પુરૂં નામ, ઈમેલ આઈડી અને રજિસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરો. 4.સુરક્ષા...

દાનવીર કર્ણ

કુંતીપુત્ર કર્ણ મહાભારતકાળનો મહાન દાનેશ્વરી હતો. એની સાથે સરખામણી કરી શકાય એવું દાનના ક્ષેત્રે બીજું કોઇ જ ન હતું. સામાન્ય રીતે દાન આપનારાના સંબંધમાં એવું દેખાય છે કે તે બીજાને દાન આપે છે ખરા પરંતુ પોતાની સુરક્ષાનો વિચાર કરીને, એ સુરક્ષાને અલ્પ પણ આંચ ના આવે એવી રીતે, દાન કરે છે. પોતાના જીવનમા સર્વસ્વનું દાન કરનાર અને એ દાન પોતાને માટે હાનિકારક છે એવું જાણ્યા પછી પણ સંકલ્પાનુસાર દાન કરનાર જવલ્લે જ જડતા હોય છે. કર્ણની ગણના એવા અતિવિરલ અપવાદરૂપ દાનેશ્વરી મહાપુરુષોમાં કરાતી. મહાભારતના નિર્દેશનુસાર એને જન્મની સાથે જ જે કવચ તથા કુંડળ પ્રાપ્ત થયેલાં તે એને જીવાદોરી સમાન હતાં. એ કવચ તથા કુંડળને લીધે એ યુદ્ધમાં અજેય હતો. છતાં પણ દાન આપવાના સત્ય સંકલ્પ વચનને વળગી રહીને દાનને લેનારના પ્રયોજનની પૂર્વમાહિતી મળવા છતાં એણે દાન આપી દીધું. કર્ણની અસાધારણ દાનપ્રિયતાની એ કથાને મહાભારતના વનપર્વના વર્ણનાનુસાર વિચારી લઇએ. પાંડવોને વનવાસનાં બાર વર્ષ પૂરાં થયાં અને તેરમું વર્ષ બેઠું ત્યારે પાંડવોના હિતકારી ઇન્દ્ર કર્ણ પાસે ભિક્ષા માગવાને તૈયાર થયા. ઇન્દ્રના એ વિચારને જાણી જઇને પ્રકાશરૂપી ધનવાળા સૂ...