Skip to main content

હળદર ના ફાયદાઓ

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી  ડ્રગ્સ છે એટલે કે દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ એ સત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે.

હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી હળદર ખાશો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે.

આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે અમે તમને હળદરના ગુણો, ફાયદા અને તેની પ્રયોગવિધિ જણાવીશું. જેથી સરળતાથી તમે હળદરનો ઉપયોગ કરી શકો.

જાણો હળદરનો કઈ હેલ્થ સમસ્યામાં કઈ રીતે ઉપયોગ કરવો……..

હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

-દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

-શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે. આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.

– મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

– કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.

– એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.

-નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે એક ચમચી હળદર પાવડર દિવસમાં બે વાર લેતા રહેવાથી વજન ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે.

-અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.

– આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.

– સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

– સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.

– હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.

– હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

– હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.

-હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે.

– એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.

– આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે.

– કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લ્યુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.

– પ્રમેહમાં આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ ઉત્તમ લાભ કરે છે.

– દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

– આમળા અને હળદરનો ઉકાળો બનાવી સવાર-સાંજ સેવન કરવાથી શરીરમાં થતી બળતરામાં તરત રાહત મળે છે અને સતત સેવન કરવાથી આ સમસ્યા જડથી દૂર થાય છે.

– હળદરને શુદ્ધ ઘીમાં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે.

– ત્વચાના કોઈપણ રોગ કે ખંજવાળ હોય તો હળદરવાળું પાણી પીવાથી મટે છે.

– હળદર, સુખડ, રસાંજનનું ચૂર્ણ ગુલાબજળમાં ભેળવી ખીલ પર લગાવવું, ખીલ ઝડપથી ગાયબ થઈ જશે.

– હળદર, મુલતાની માટી, ગુલાબજળનો પેક બનાવી લગાવવાથી કાળા ડાઘ, કરચલી દૂર થઈ ત્વચા સુંદર અને તેજસ્વી બને છે.

– વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીળસ અથવા કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે.

-હળદરના ગાંઠિયાને ગુલાબજળમાં ઘસી તેમાં ચંદન નાખી લેપ કરવાથી કાળા ડાઘ – ચકામાં, કુંડાળાં મટે છે.

– હળદર, નિર્મળીનાં બી, લોધ્ર, મજિઠના લેપથી ત્વચા ગોરી અને સુંદર બને છે.

– ખીલમાં હળદર, મજિઠ, ધાણાં, સરસવ લોધ્ર, કપૂરકાચલી, નિર્મળીનાં બી વગેરેને ગુલાબજળ સાથે ભેળવી લેપ કરવાથી ખીલ મટે છે.

– લીમડાના પાનની રાખ બનાવી, હળદર નાખી મધ કે પાણી સાથે ભેળવી લેપ કરવાથી ગુમડાં જેવા મોટા, પાકેલા ખીલ પણ મટે છે.

– હળદર, લોધ્ર, જાંબુનાં પાન, તુલસીનાં પાન, સુખડ, રતાંજલિ, કાળી માટી મિકસ કરી પાણીથી નહાવાથી ત્વચાના રોગો, ખંજવાળ આવતી નથી. સનબર્નથી કાળી થયેલી ત્વચાનો રંગ ગોરો થાય છે.

-શિયાળામાં હળદર, લીલી હળદર, કપૂર કાચલી, બદામ, ખસખસ, ચારોળી, લોધ્ર, સરસવને દૂધમાં વાટી હળવા હાથે ઘસીને ન્હાવાથી ત્વચા ફાટતી નથી સાથે જ ત્વચા સ્વસ્થ અને ચમકીલી બને છે.

– બે ચમચી હળદરને અડધા કપ પાણીમાં ગરમ કરી લેવું. ત્યારબાદ તેમાં કપડાની પટ્ટી પલાળી આંખો પર રાખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખો સ્વસ્થ રહે છે.

– ચોમાસામાં ત્વચા પર ખંજવાળ, દાદર- ખરજવું થતું હોય તો હળદર, લીમડો, લીમડાની છાલ, ચણાનો કે મગનો લોટ મિકસ કરી નહાવાથી ત્વચા સ્વચ્છ, ખંજવાળરહિત બને છે.

– અળાઈમાં હળદર, વરિયાળી, ફટકડી, સુખડ, લીમડો, ગુલાબપત્તી, ગોપીચંદન પાઉડરને ગુલાબજળમાં ભેળવીને લગાવી ૧૦ મિનિટ બાદ નહાવાથી અળાઈ, ફોલ્લી, ખંજવાળ મટી ત્વચા ખીલમુકત બને છે.

– ખોડો મટતો ન હોય કે વાળ બરછટ, કડક થઈ ગયા હોય તો હળદર તથા આકડાના પાનનો રસ સરસિયામાં ઉકાળી, મલમ બનાવી વાળમાં લગાવો. આ બધી સમસ્યાઓ દૂર થશે.

– ડાયાબીટિસના દર્દીઓ માટે હળદર કોઇ ઔષધીથી ઓછી નથી. ડાયાબીટિસ માટે દરરોજ ગરમ દૂધમાં એક ચમચી હળદર પાવડર મેળવીને પીવું જોઇએ. વાસ્તવમાં, હળદરમાં વાતનાશક ગુણ હોય છે જે
ડાયાબીટિસની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે.

આયુર્વેદ અનુસાર નાના-નાના પ્રયોગ કરીને હળદરના અલગ- અલગ લાભ ઉઠાવી શકાય છે.

– હળદરનું સેવન એ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને લોહીને સ્વચ્છ રાખે છે.

– હળદર એટલી કારગર છે કે તે મહિલાઓની પીરિયડ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે.

– લીવર સંબંધી સમસ્યાઓમાં પણ હળદરને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આ જ કારણ છે કે શરદી- ખાંસી થવા પર દૂધમાં કાચી હળદર પાવડર નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે.

– જરૂરી છે કે હળદર હંમેશા હવાચુસ્ત બરણીમાં રાખો કે જેથી કરીને તેના સ્વાદ અને ગુણવત્તામાં કોઇ ઉણપ આવે નહીં.

– પેટમાં કીડા થવા પર 1 ચમચી હળદરના પાવડરને રોજ સવારે ખાલી પેટે એક સપ્તાહ સુધી તાજા પાણીની સાથે લેવાથી કીડા દૂર થાય છે. આ મિશ્રણમાં થોડું મીઠું પણ મેળવી શકો છો. તેનાથી પણ ફાયદો થશે.

– ચહેરાના ડાઘ- ધબ્બા અને કરચલીઓ મટાડવા માટે હળદર અને કાળા તલને બરાબર માત્રમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડો. આ પેસ્ટથી માત્ર તમારો ચહેરો જ નહીં નીખરે, પણ તે સાથે તમારો ચહેરો ખીલેલો રહેશે.

– સતત ખાંસી આવતી હોય તો હળદરની નાની ગાંઠને મોં મા રાખીને ચુસો. તેનાથી ખાંસી આવતી બંધ થશે.

-ત્વચાના વણજોઇતા વાળને દૂર કરવા માટે હળદર પાવડરને નવશેકા નાળિયેર તેલમાં મેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હાથ-પગ પર લગાડો. જેનાથી ત્વચા મુલાયમ બને છે અને શરીર પરથી વણજોઇતા વાળ દૂર થાય છે.

-જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેટ પર સ્ટ્રેચ માર્ક્સ થઇ ગયા છે અને હવે દૂર નથી થઇ રહ્યા તો હળદરને દહીં સાથે મિક્સ કરી રોજ તમારા પેટ પર 5થી 7 મિનિટ સુધી લગાવેલી રાખો. આના સતત પ્રયોગથી સ્ટ્રેચ માર્ક્સ ધીમે-ધીમે દૂર થશે.

-હળદરની મદદથી દાંતને લગતી બીમારી પણ દૂર થઇ જાય છે. જો ઇન્ફેક્શન હોય તો હળદર, સિંધાલૂણ અને સરસવના તેલની પેસ્ટ બનાવો અને તેને દિવસમાં ત્રણવાર ઇન્ફેક્શન ફેલાયું હોય તે જગ્યા પર લગાવો. ત્યારપછી ગરમ પાણીથી તમારું મોઢું ધોઇ લો આનાથી તમારો રોગ દૂર થઇ જશે.

-જો તમને સુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીઓ. જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી.

સાભાર: દિવ્ય ભાસ્કર.

Comments

  1. આભાર..... તમારી પાસે હળદર ના આટલા બધા ફાયદા જાણી ને આનંદ થયો...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે? ચિંતા ન કરો આ રીતે મળશે ડુપ્લીકેટ આધાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડને દેશભરમાં ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ ઓળખ ડોક્યુમેન્ટ ગણવામાં આવતા તેનું મહત્વ વધી ગયું છે. આધારથી દેશભરમાં બેંકખાતા, ટેક્સ પેમેન્ટ જોડવાની યોજના છે. આધાર કાર્ડના આધારે જ તમામ સહાય મળે તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એવામાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તમે ચિંતા ન કરો. ખૂબ સરળતાથી ફરીથી મેળવી શકો છો તમારું આધાર કાર્ડ ડુપ્લિકેટ આધાર કાર્ડ મેળવવા માટે તમારે આધાર નંબર જણાવવો પડશે. જો આધાર નંબર યાદ ન હોય તો રજિસ્ટ્રેશન દરમિયાન આપેલી રસીદ હોવી જરૂરી છે. આ રસીદની મદદથી તમે આધારકાર્ડની યૂઆઈડીએઆઈ વેબસાઈટ www.uidai.gov.in પર જઈ ડુપ્લિકેટ આધાર પ્રાપ્ત કરી શકો છો. જાણો કેટલીક એવી બાબતો જેની મદદથી સરળતાથી તમે ડુપ્લિકેટ આધાર મેળવી શકો છો. ફોલો કરો આ સરળ સ્ટેપ 1.સૌથી પહેલા http://resident.uidai.net.in/find-uid-eid પર જાવ. 2. વિકલ્પ મુજબ ‘આધાર નંબર(UDI) અથવા (EID)ની પસંદગી કરો. જેના આધારે તમે ખોયાવેલું આધાર મેળવવા માંગો છો.’ 3. તમારું પુરૂં નામ, ઈમેલ આઈડી અને રજિસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરો. 4.સુરક્ષા...

દાનવીર કર્ણ

કુંતીપુત્ર કર્ણ મહાભારતકાળનો મહાન દાનેશ્વરી હતો. એની સાથે સરખામણી કરી શકાય એવું દાનના ક્ષેત્રે બીજું કોઇ જ ન હતું. સામાન્ય રીતે દાન આપનારાના સંબંધમાં એવું દેખાય છે કે તે બીજાને દાન આપે છે ખરા પરંતુ પોતાની સુરક્ષાનો વિચાર કરીને, એ સુરક્ષાને અલ્પ પણ આંચ ના આવે એવી રીતે, દાન કરે છે. પોતાના જીવનમા સર્વસ્વનું દાન કરનાર અને એ દાન પોતાને માટે હાનિકારક છે એવું જાણ્યા પછી પણ સંકલ્પાનુસાર દાન કરનાર જવલ્લે જ જડતા હોય છે. કર્ણની ગણના એવા અતિવિરલ અપવાદરૂપ દાનેશ્વરી મહાપુરુષોમાં કરાતી. મહાભારતના નિર્દેશનુસાર એને જન્મની સાથે જ જે કવચ તથા કુંડળ પ્રાપ્ત થયેલાં તે એને જીવાદોરી સમાન હતાં. એ કવચ તથા કુંડળને લીધે એ યુદ્ધમાં અજેય હતો. છતાં પણ દાન આપવાના સત્ય સંકલ્પ વચનને વળગી રહીને દાનને લેનારના પ્રયોજનની પૂર્વમાહિતી મળવા છતાં એણે દાન આપી દીધું. કર્ણની અસાધારણ દાનપ્રિયતાની એ કથાને મહાભારતના વનપર્વના વર્ણનાનુસાર વિચારી લઇએ. પાંડવોને વનવાસનાં બાર વર્ષ પૂરાં થયાં અને તેરમું વર્ષ બેઠું ત્યારે પાંડવોના હિતકારી ઇન્દ્ર કર્ણ પાસે ભિક્ષા માગવાને તૈયાર થયા. ઇન્દ્રના એ વિચારને જાણી જઇને પ્રકાશરૂપી ધનવાળા સૂ...