રેલ્વેમાં યાત્રા તમે પણ કરતાં હશો, પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે રેલ્વે સ્ટેશન પહોંચો છો ત્યારે ખબર પડે છે કે ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી છે. તો સ્ટેશન પર બેસીને રાહ જોવી પડે છે. પરંતુ હવે એવું નહી થાય. IRCTCએ મેસેજિંગ એપ WhatsAppની સાથે મળીને એક નવી સુવિધા શરૂ કરી છે. આ સેવાની મદદથી તમારા WhatsAppથી ટ્રેનનો સમય જાણી શકશો,આ સાથે જ ટ્રેનને સરળતાથી ટ્રેક કરી શકશો. MakeMyTrip ની સાથે મળીને રેલ્વે હવે whatsAppની મદદથી ટ્રેનના વિશે લાઇવ અપડેટ આપશે.. જાણો આ વિશે... WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યા પછી 7349389104 નંબરને તમારી ફોન બુકમાં સેવ કરી લો. આ નંબર આવી ગયા પછી તમારે 139 પર ફોન કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે. તમે ખાલી એક ટ્રેન નંબરના મેસેજથી ટ્રેનનું સ્ટેટસ જાણી શકશો. આ સુવિધા માટે સૌથી પહેલા તમારે WhatsApp અપડેટ કરવાનું રહેશે. આ સુવિધા WhatsAppના લેટેસ્ટ વર્ઝનની સાથે આવે છે. અપડેટ કરવા માટે તમારે એપ સ્ટોર/પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં જઇને My Apps And Games પર જઇને WhatsApp અપડેટ આ પછી ટ્રેનનો નંબર લખીને મેસેજ કરો. જેવો તમારો મેસેજ ડિલિવર થશે, રેલ્વે તમને ગણતરીની ...