Skip to main content

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે? ચિંતા ન કરો આ રીતે મળશે ડુપ્લીકેટ આધાર


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડને દેશભરમાં ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ ઓળખ ડોક્યુમેન્ટ ગણવામાં આવતા તેનું મહત્વ વધી ગયું છે. આધારથી દેશભરમાં બેંકખાતા, ટેક્સ પેમેન્ટ જોડવાની યોજના છે. આધાર કાર્ડના આધારે જ તમામ સહાય મળે તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એવામાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તમે ચિંતા ન કરો. ખૂબ સરળતાથી ફરીથી મેળવી શકો છો તમારું આધાર કાર્ડ
ડુપ્લિકેટ આધાર કાર્ડ મેળવવા માટે તમારે આધાર નંબર જણાવવો પડશે. જો આધાર નંબર યાદ ન હોય તો રજિસ્ટ્રેશન દરમિયાન આપેલી રસીદ હોવી જરૂરી છે. આ રસીદની મદદથી તમે આધારકાર્ડની યૂઆઈડીએઆઈ વેબસાઈટ www.uidai.gov.in પર જઈ ડુપ્લિકેટ આધાર પ્રાપ્ત કરી શકો છો. જાણો કેટલીક એવી બાબતો જેની મદદથી સરળતાથી તમે ડુપ્લિકેટ આધાર મેળવી શકો છો.
ફોલો કરો આ સરળ સ્ટેપ
1.સૌથી પહેલા http://resident.uidai.net.in/find-uid-eid પર જાવ.
2. વિકલ્પ મુજબ ‘આધાર નંબર(UDI) અથવા (EID)ની પસંદગી કરો. જેના આધારે તમે ખોયાવેલું આધાર મેળવવા માંગો છો.’
3. તમારું પુરૂં નામ, ઈમેલ આઈડી અને રજિસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરો.
4.સુરક્ષા કોડ સ્ક્રીન પર જોવા મળે ત્યારે OTP પર ક્લિક કરો.
5. તમારા મોબાઈલ નંબર કે ઈમેલઆઈડી પર વન ટાઈમ પાસવર્ડ (OTP) આવશે.
6. OTP પાસવર્ડ નાંખ્યા બાદ સ્ક્રીન પર ફરી વેરીફાઈ પાસવર્ડનું ઓપ્શન આવશે. જેની પર ક્લિક કરવાનું રહેશે.

Comments

Popular posts from this blog

હળદર ના ફાયદાઓ

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી  ડ્રગ્સ છે એટલે કે દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ એ સત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી હળદર ખાશો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે ...

ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!

આજકાલ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો, કાળાશ જામી જવી વગેરે સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. જે ખાસ કરીને ટીનએજર્સમાં જોવા મળે છે. યુવાનીના ઉંબરે ઉભેલા યુવાનોના શરીરમાં ઘણા પ્રકારનાં હાર્મોનિકલ બદલાવ આવે છે, જેમાં ચહેરાની તૈલીયગ્રંથી ખુબ જ સક્રીય બની જાય છે. આ તૈલીયગ્રંથી પર બેકટેરિયા આક્રમણથી ચહેરા પર ખીલ અને ફોડલીઓની સમસ્યા વધતી જાય છે. પરંતુ હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે જેથી ચહેરાને સુંદર બનાવવો પણ એટલું જ જરૂરી છે અને ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન હોય છે જેથી આજે અમે તમને કેટલાક એવા દેશી નુસખા બતાવીશું જેનો ઉપયોગ કરી તમે ખબ જ ઝડપથી એકદમ સાફ, બેદાગ અને ચમકીલો ચહેરો પામી શકશો. ખીલ થવાના કારણો- 1.સામાન્ય રીતે ખીલ ટીનએજમાં થાય છે કારણ કે આ અવસ્થામાં શરીરમાં સેક્સ હોર્મોન્સનુ પ્રમાણ વધે છે. 2.વધુ પ્રમાણમાં જંકફૂડના સેવનથી પણ ખીલની સમસ્યા ઉદભવે છે. 3.વારસાગત અને પ્રદૂષણનું ઇન્ફેકશન પણ ખીલની સમસ્યાનું કારણ હોય શકે છે. 4.કોસ્મેટિક્સ સામગ્રીનો વધુ પડતો ઊપયોગ પણ ખીલની સમસ્યાને નોતરે છે. ...