ચીની સ્માર્ટફોન મેકર શાઓમીએ Redmi Note 6 Pr રજૂ કર્યો છે. આ Redmi Note 5 Proનો અલગ મોડલ હશે અને આમાં ઘણા બધા ફેરફાર કરવામા આવ્યા છે. સૌથી મોટું પરિવર્તન આમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરો આપવામા આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 19:9 એસ્પેક્ટ રેશ્યો સાથે ડિસ્પલે નોચ આપવામા આવી છે. Redmi Note 6 Proના ફિચર્સ આ સ્માર્ટફોનમાં 6.26 ઈંચની ફુલ એચડી ડિસ્પલે આપવામાં આવી છે અને તેનો એસ્પેક્ટ રેશ્યો 19:9નો છે. આમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન 636 પ્રોસેસર સાથે 4GB રેમ આપવામા આવી છે. આની ઈન્ટરનલ મેમોરી 64GBની છે અને આને માઈક્રો એસડી કાર્ડની મદદથી વધારવામાં આવી શકે છે. ડિસ્પલે પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામા આવ્યો છે અને આમા 509 જીપીયૂ આપવામા આવ્યો છે. ફોટોગ્રાફી માટે આમાં ડ્યુઅલ રિયર કેમેરો સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાંથી એક 12 એમપીનો છે, જ્યારે બીજો 5 એમપીનો છે જે ડ્યુઅલ પિક્સલ છે. સેલ્ફી બ્યૂટીફિકેશન માટે આમા AI ફિચર્સ આપવામા આવ્યો છે. આની બેટરી 4000mAhની છે અને કંપનીનો દાવો છે કે, એક વખત ફૂલ ચાર્જ કર્યા પછી આને 2 દિવસ સુધી ચલાવી શકો છો. આ સ્માર્ટફોનની કિંમત થાઈલેન્ડમાં 6990 THB (લગભગ 15,700